Maa Boot Bhavani Temple Adhoi Kutch Gujarat

॥ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થીતા: નમસ્તયે નમતસ્તયૈ નમો નમઃ

About Us

As We all Mirani families are connected through our Kuldevi MAA Boot Bhavani Mataji. Originally our forefathers migrated from Miran district of Lohargadh state which existed near Kabul. After migration our community members spread thru out the Gujarat initially and than thru out the India and rest of the world now. Wherever we stay, but we are all connected through our Kuldevi MAA Boot Bhavani Mataji.

Now a days we find number of temples of MAA Boot Bhavani Mataji in Gujarat,, particularly around Dholka, Dhandhuka and Halvad near Morbi,but when our forefathers migrated from Miran district initially they have settled near Adhoi of Kutch and nearby areas. Here in Adhoi our Kuldevi MAA Boot Bhavani Mataji idol was established after it was found from earth (સ્વયંભૂ પ્રાગટ્ય).

Our aim to create this website is..
- Keep you update for all upcoming event details which will be held at Maa Boot Bhavani Temple
- Some Information & History about Maa Boot Bhavani
- To reach out us anytime, We have shared maximum contact information with management information

More About

Events & Activities

Upcoming event and past event activity of our function

Member's Thought

Below are some thoughts from our Mirani Parivar's member. Please feel free to share your thoughts via Contact Us form with your details.

Kishan Mirani - Ankleshwar

એક સંદેશ
મીરાણી પરીવાર ના કુળદેવી શ્રી બુટભવાની માતાજી, કે જેમને આપણે સાચા આદરભાવ થી પૂજીએ છીએ એમને હંમેશા દરેક માઈભક્ત ઉપર મુક્ત મન થી આશીર્વાદ ની લ્હાણી કરી છે.
આપણે આપણા જીવન ના કોઈ ને કોઈ ક્ષણ ઉપર માતાજી ની દિવ્ય શક્તિરૂપ આશિર્વાદ નો પરચો મેળવ્યો છે, અને આ પરચો આપણને વિશ્વાસ રૂપી ભાવના કેળવવા માં મદદરૂપ થાય છે.
આપણે બધા ભક્તો માતાજી ના સંતાન સમાન છીએ અને માતાજી ના આશીર્વાદ રૂપી સંસ્કાર ના પણ ઋણી છીએ. હંમેશા આપણે સાચા હૃદય થી નિસ્વાર્થ ભાવે માતાજી ની આરાધના કરીએ, એજ આપણને સંસારરૂપી સાગર પાર કરવા મા મદદરૂપ સાબિત થશે.
આ સાથે કિશન મીરાણી ના જય માતાજી🙏🏻

Dhirubhai Mirani - Mumbai

કોઈ પણ જીવ જ્યારે જગતમાં જન્મ લે છે ત્યારે તે સૌ પ્રથમ પોતાની મા ને જુએ અને ઓળખે છે. હરેક જણના જીવનમાં જન્મદાત્રી માતા,, માતૃ ભૂમિ અને પોતાની રક્ષક કુળદેવી મા નું એક અનોખું અને આદરણીય સ્થાન હોય છે.
સમસ્ત મીરાની પરિવાર ના કુળદેવી મા બુટ ભવાની આવું જ એક અનન્ય સ્થાન સર્વ મીરાની પરિવાર જનો ના હૃદયમાં બિરાજીને સર્વ નું રક્ષણ અને માર્ગદર્શન કરે છે.
સમય અને સંજોગો મુજબ સમસ્ત રઘુવંશી પરિવાર અને મીરાની પરિવાર પોતાના મૂળ સ્થાને થી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો, સંત પુરૂષો ના પ્રભાવ માં, અને દરેક અલગ અલગ જગ્યાના પ્રભાવમાં કેટલાય પરિવારના સભ્યો એ અલગ અલગ દેવ કે પોતાના પ્રતાપી પૂર્વજો ને શુરાપુરા, શુરધન,,ક્ષેત્રપાળ, કે પુરૂષાદાદા તરીકે સ્થાપ્યા અને તેનું પૂજન કરે છે. પણ હરેક પરિવાર ના એ શ્રધ્ધા ના સ્થાનોમાં પણ કુળદેવી મા બુટ ભવાની નું મહત્ત્વ તો કાયમ રહે છે.
યુવા પેઢી પણ પોતાની આગવી અલૌકિક શ્રધ્ધા સાથે મા બુટ ભવાની ના ચરણે સમર્પીત થાય છે તે બહુ સરસ ભાવના છે અને વિકસતી જતી ટેકનોલોજી ના માધ્યમ થી આપણે સૌ આપણા કુળદેવી મા પ્રત્યે ની આસ્થા અખંડ રાખીને પોતાના હદયમાં શ્રધ્ધા ની અખંડ જ્યોતિ જગાવીને સાથે મળીને મા બુટ ભવાની રાજી થાય તેવા પ્રયત્નો અને કાર્યો કરતા રહીએ તેવી પ્રાર્થના અને શુભેચ્છાઓ
ધીરુભાઈ મીરાની ના જય માતાજી

Rakesh Mirani - Mumbai

Entire Mirani Parivar believe that,
SHREE MAA BUT BHAVANI is worshiped for her miracle and blessings amongst Entire Mirani Parivar & all devotees. It is believed that there is some supernatural power in the idol of SHREE MAA BUT BHAVANI that all the confusions and sorrow got vanished after visiting MAA'S temple.
Since SHREE MAA BUT BHAVANI showering her blessings and grace on their children of entire Mirani Parivar & to the other devotees unconditionally.
SHREE MAA BUT BHAVANI worshiped as a KULDEVI in Our Mirani Parivar.

Bhavesh Mirani - Ahmedabad

‘માં’, શબ્દ સાંભળતા જ જેની મુર્તિ નજર સમક્ષ દેખાય તે મારી કુળદેવી, માં બૂટભવાની, જ્યારે જ્યારે કોઈપણ મંદિર જવાનુ થાય ત્યારે ત્યારે દેવ-દેવી કોઈપણ હોય પહેલુ નામ હમેંશા “માં” તમારુ જ હોય. સમય અને સ્થળના પરિબળોને લીધે ઘણુ વધારે નથી જવાતુ, પણ તમારુ દર્શન હમેંશા મનમાં કાયમ જ હોય છે. કોઈપણ પરિસ્થિતીમા તમે હમેશા સહારો આપ્યો છે, મંદિરનુ વાતાવરણ, શાંતિ અને ક્યારેય નહિ ખુટતી શક્તિ માં તમારા થકી જ છે, અમે ધન્ય થઈએ છીએ “માં”, તમારા આશીર્વાદથી, બસ આજીવન સાથે રહેશો અને આશીર્વાદ આપજો તેવી જ માંગણી.
ઊંમર અને અનુભવમાં તો બહુ નાનો છુ, અને આવો ભાવ આપણા ઘણા ભાઈ-બહેનોને હંમેશા થતો હશે-રહેશે, કારણ કે આજના સમયમાં આપણા પરિવાર અને તેના ટ્રસ્ટ્નું આટલૂ સુંદર કામ જોઈને એમ થાય કે આ ‘માં’ ની શક્તિ અને વડિલોના આશીર્વાદથી જ શક્ય છે, કારણ્કે છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી આ બહોળા પરિવારને એક જ જગ્યાએ જોડી રાખવો અને વ્યવસ્થાપન કરવુ અત્યારના સમય મા લગભગ અશક્ય કાર્ય છે. આદરણીય વડીલશ્રી સ્વ : ધિરૂભાઈ મહારાજ અને આદરણીય વડીલશ્રી ધિરૂભાઈ મીરાણી તથા ટ્રસ્ટિગણની પરિવાર પ્રત્યેની લાગણીથી અંતર હમેંશા આંનદ અનુભવે છે, માતાજીને પ્રાર્થના કે તેઓ જેવા વડિલો દરેક પરિવારને મળે.

Latest Activity & Events

Below are our latest events and activity which We are organized regularly  at our Maa Boot Bhavani Temple, Adhoi. Kutch Gujarat. You will be notified here with upcoming Havan Details, Meeting Details and any other management related information.

  • Upcoming Meeting at Addhoi Temple
    August 08, 2024 by miraniparivar

    આપણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,,કારોબારી સમિતી ના સભ્યો,, દાતા પરિવારો અને બુટ ભવાની મહિલા મંડળ ની બહેનો ની એક સંયુક્ત મીટીંગ શ્રાવણ સુદ અષ્ટમી તા 13મી ઓગસ્ટ ના દિવસે બપોરે બે વાગે આધોઈ બુટ ભવાની મંદિર ખાતે બોલાવવામાં આવી છે તેમાં નીચેના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે Read more...

  • August 08, 2024 by miraniparivar

    આપ સૌને અગાઉ જાણ કરી છે તે મુજબ આધોઇ બુટ ભવાની મંદિર ખાતે શ્રાવણ સુદ અષ્ટમી મંગળવાર તા 13મી ઓગસ્ટ ના દિવસે સવારથી ઉજવાશે. Read more...

  • February 07, 2024 by miraniparivar

    Dear Mirani Family Members, We are glad to invite you our Mahavad Chaththa Havan on 29th Feb,2024 & 1st March 2024. We request you to plan accordingly and Join us our Mataji's Birthday Celebration. Please find below program details as below. Read more...

  • February 05, 2024 by miraniparivar

    મહા વદ છઠ્ઠ પાટોત્સવ ની નિમંત્રણ પત્રિકા પ્રેસ માં છાપવા આપી દીધી છે.. આપ સૌ આપના આવાગમન ની વ્યવસ્થા કરી શકો તે માટે આગોતરી જાણકારી આપી છે. Read more...

Contact

Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability. 

Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.

Location:

Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India