શુક્રવાર તારીખ ૧૭/૦૨/૨૦૧૭.
બપોરે ૨.૩૦ ક્લાકથી
૧) દિવંગત થયેલા મીરાણી પરિવારજનોને મૌન શ્ર્રદ્ધાંજલી.
૨) ગત મિટીંગની કાર્યવાહીની મીનીટ્સનુ વાંચન તથા તેને બહાલી.
૩) માર્ચ ૨૦૧૬ સુધી ઓડિટ થયેલા હિસાબોની રજુઆત તથા તેને બહાલી.
૪) હવનના મુખ્ય આચાર્યનુ સન્માન.
૫) પાટોત્સવના મુખ્ય યજમાનો, મહાપ્રસાદ દાતાઓ તથા ધજા આરોહકનું સન્માન
૬) રાયપુરની તેજસ્વી દિકરી ડો. સોનલ વિપીનભાઇનું મીરાણીનું સન્માન.
૭) આડૅસર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરનાર તથા મુખ્ય યજમાન તરીકે સેવા આપનાર સુરતના શ્રી દિનેશભાઇ મીરણી તથા તેમની ટીમનું સન્માન.
૮) રાપરના શ્રી બળવંતભાઇ વી. મીરાણીની ઇન્ડિઅન રેડક્રોસ સોસાયટી દ્વારા રાપર તાલુકા લેવલે પ્રમુખ તરીકે નિયુક્તિ થઇ છે તેમનું સન્માન.
૯) ખારચીયા ખાતે માં બુટભવાની મૂર્તીની તથા શૂરાપૂરા દાદાની પુન:પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે સખત જહેમત ઉઠાવી સુંદર કાર્યક્રમનું આયોજન કરનારા મોરબીના એડવોકેટ શ્રી જે. ડી. મીરાણી તથા શ્રી અશોકભાઇ મીરાણીનું સન્માન.
૧૦) નવનિર્વાચીત બે ટ્રસ્ટીઓ શ્રી મહેશભાઇ મીરાણી તથા શ્રી જગદીશભાઇ મીરાણીનું સન્માન.
૧૧) તેજસ્વી વિધાર્થી ભાઇ બહેનોનું સન્માન.
સર્વ પરિવારજનોને શાંતિપૂર્વક સાથ સહકાર આપવા નમ્ર વિનંતી.
લિ.
શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરિટેબલ ટ્રસ્ટ વતી…
ટ્રસ્ટીઓ