આસો નવરાત્રી કાર્યક્રમ
આત્મિય ભાઈશ્રી/બહેનશ્રી,
આધોઈ મંદીર ખાતે માતાજીના નવરાત્રી ઊત્સવનો કાર્યક્રમ નીચે મુજબ છે.
ઘટસ્થાપના : ભાદરવા વદ – ૩૦ તા : ૨૦/૯/૨૦૧૭ બુધવાર, બપોરે ૧૨ – ૩૦ કલાકે.
અષ્ટમી પૂર્ણાહૂતી : આસો સૂદ ૮ ગુરુવાર, તા : ૨૮/૦૯/૨૦૧૭ બપોરે ૧૨ – ૩૦ કલાકે.
નવરાત્રી હવન : વિજયા દશમી, શનિવાર તા : ૩૦-૦૯-૨૦૧૭.
પ્રારંભ : સવારે ૮-૩૦ કલાક થી શ્રીફળ હોમ : બપોરે ૧૨ – ૩૦ કલાકે.
આ વખતે હવનના મુખ્ય યજમાન પદે આદિપુર કચ્છના શ્રી ધીરજલાલ મેઘજીભાઈ મીરાણી તેમના પરિવારજનો સાથે બીરાજશે.
નોંધ :
- નવરાત્રી દરમ્યાન આધોઈ મંદિર ખાતે રહીને આરાધના કરવા ઈચ્છતા પરિવારજનોએ ધીરુમહારાજનો ફોન નંબર ૯૯૨૫૦ ૯૪૧૧૦ પર સંપર્ક કરીને જાણ કરવા વિનંતી જેથી તેમની રહેવાની તથા મહાપ્રસાદની યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
- કારતક સુદ – ૮ શનીવાર તા . ૨૮-૧૦-૨૦૧૭ બપોરે આધોઈ મંદિર ખાતે માતાજીને છપ્પનભોગ મહેસાણાના શ્રી પ્રવિણભાઈ શીવરામભાઈ મીરાણી પરિવાર તરફથી ધરાવવામાં આવશે.
- હર વર્ષની જેમ મુખ્ય યજમાન તથા ધજા આરોહણની કુપનનો ડ્રો પોષ સુદ – ૮ મંગળવાર તા – ૨૬/૧૨/૨૦૧૭ ની મીટીંગમાં કરાશે તો આપના પ્રવાસનુ આયોજન તે મુજબ કરવા વિનંતી.
સર્વ ભાઈ – બહેનોને આ બધા ઉત્સવોમાં સામેલ થવા નમ્ર વિનંતી.
આ પરિપત્ર આપણે મર્યાદિત સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તથા હરેક ગામમાં રહેતા બે-ત્રણ પરિવારજનોને મોકલીએ છીએ, તો પરિપત્ર મેળવનાર પરિવારજનોને નમ્ર વિનંતી કે આપના સંપર્કમાં હોય તેવા સર્વ મીરાણી ભાઈ-બહેનોને આ કાર્યક્રમોની વિગતવાર જાણ કરીને આયોજકોને સાથ સહકાર આપશો.
લી.
શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્ર્સ્ટ રચીત સમિતિ વતી,
ભરતભાઇ ડી. મીરાણી – રોહિતભાઈ આર. મીરાણી
માનદ મંત્રીઓના જય માતાજી.