તા. ૯/૪/૨૦૧૮
આત્મિય પરિવારજનો,
વૈશાખ સુદ – ૮, પુન :પ્રતિષ્ઠા હવન તા. ૨૩/૦૪/૨૦૧૮ સોમવાર સવારે ૮-૦૦ વાગ્યાથી આધોઈ ખાતે બુટભવાની માતાજી સમક્ષ કરવામાં આવશે. શ્રીફળ હોમ બપોરે ૧૨-૩૦ વાગે થશે. આ હવનનાં મુખ્ય યજમાન પદે ડીસાના શ્રી તુલસીદાસ છગનલાલ મીરાણીના પરિવારજનો બિરાજશે.
શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘બુટભવાની છાસ કેંદ્ર’ નું ઉદ્ઘાટન અષ્ટમીના આ સપરમા દિવસે સવારે ૧૦-૦૦ વાગે આધોઈની બજારમાં ગાયત્રી ફોટો સ્ટુડિયોની બહાર કરવામાં આવશે. અત્યારે લગભગ ૪૦ થી ૪૨ ડીગ્રી જેવી ગરમી પડે છે, અને હજુ આગળ જતા ગરમિ વધશે, તો આધોઈ તથા આસપાસનાં ગામમાંથી બજારમાં ખરીદી કરવા આવતા ગ્રામ્યજનો માટે આપણૂં છાસ કેંદ્ર આશિર્વાદરૂપ બનશે. છેલ્લા બે વર્ષોથી આપણે ૩૦ થી ૩૫ સુધી છાસની આ સેવા ટ્રસ્ટ તરફથી આપી રહ્યા છીએ.
શરૂઆતનાં વર્ષે છાસ કેંદ્રનું સૌજન્ય ઘાટકોપરના શ્રીમતી ચંદ્રાબેન ધીરજલાલ મીરાણીનું હતુ અને ગયા વર્ષે છાસ કેંદ્રના સૌજન્યનો લાભ – રાયપુરના શ્રી જમનાદાસ મગનલાલ મીરાણી પરિવારે લીધો હતો. આ વર્ષે પરિવારજનોની ઈચ્છાને માન આપીને સૌના સાથ સહકાર અને સહયોગથી છાસ કેંદ્ર શરૂ કરાશે.
ચૈત્ર નવરાત્રી વખતે તા. ૨૬/૦૩/૨૦૧૮ ના રોજ છાસ કેંદ્ર માટે સહયોગ આપવાની અપીલ ટ્રસ્ટ તરફથી કરાઈ હતી, તેનો ખૂબ જ સુંદર, બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
આ લખાય છે, ત્યાં સુધી તા. ૯/૪/૨૦૧૮ સુધી નીચેના પરિવારજનોએ પોતાનો સહયોગ નોંધાવ્યો છે.
અ.ક્ર. | નામ | ગામ | રકમ |
૧ | શ્રી જમનાદાસ મગનલાલ મીરાણી પરિવાર | રાયપુર | ૧૧,0૦૦-૦૦ |
૨ | શ્રી મણીલાલ દયાળજી મીરાણી પરિવાર | ધમતરી | ૧૧,0૦૦-૦૦ |
૩ | શ્રી રાજાભાઈ રતિલાલ મીરાણી | મુંબઈ | ૫,0૦૦-0૦ |
૪ | શ્રી જયંતીલાલ રણછોડદાસ મીરાણી | મુંબઈ | ૫,0૦૦-૦૦ |
૫ | શ્રીમતિ ઉર્મિલાબેન હરેશભાઈ મીરાણી | વિક્રોલી | ૫,0૦૦-0૦ |
૬ | શ્રીમતિ ચંદ્રાબેન ધીરજલાલ મીરાણી | ઘાટકોપર | ૫,0૦૦-0૦ |
૭ | શ્રી ખુશાલભાઈ પ્રેમજીભાઈ મીરાણી | રાપર | ૫,0૦૦-0૦ |
૮ | શ્રી ગીરધરલાલ રામજીભાઈ મીરાણી | મલાડ | ૫,0૦૦-0૦ |
૯ | માતુશ્રી વનીતાબેન શાંતીલાલ મીરાણી | જુહુ, મુંબઈ | ૨,૫૦૦-0૦ |
૧૦ | શ્રી હિરાલાલ વશરામભાઈ મીરાણી | ખરસીયા | ૨,૧૦૦-0૦ |
૧૧ | શ્રી જે. ડી. મીરાણી | મોરબી | ૨,૧૦૦-0૦ |
૧૨ | માતુશ્રી હિરાબેન જેઠાલાલ મીરાણી | સુરત | ૨,૧૦૦-0૦ |
૧૩ | શ્રી મહાદેવભાઈ દયારામભાઈ મીરાણી પરિવાર | કડી | ૨,૧૦૦-0૦ |
૧૪ | શ્રી કિશોરભાઈ નારાણજી મીરાણી | મુલુંડ | ૨,૧૦૦-0૦ |
૧૫ | શ્રી નરસિંહરામ પ્રેમજીભાઈ મીરાણી પરિવાર | ગાંધીધામ | ૨,૧૦૦-0૦ |
૧૬ | શ્રી ધરમશી સાકરચંદ મીરાણી પરિવાર | થાણા | ૨,૧૦૦-૦૦ |
૧૭ | શ્રી પરીન લલીતભાઈ લાલજી મીરાણી | ધનબાદ | ૨,૧૦૦-૦૦ |
૧૮ | ડો. મનીષભાઈ શાંતીલાલ મીરાણી | ઘાટકોપર | ૨,0૦૦-૦૦ |
૧૯ | શ્રી રણછોડભાઈ લાલજીભાઈ મીરાણી | ઘાટકોપર | ૨,0૦૦-૦૦ |
૨૦ | શ્રીમતિ જિજ્ઞાબેન હિમાંશુભાઈ મીરાણી | કેનેડા | ૨,0૦૦-૦૦ |
૨૧ | શ્રી અતુલભાઈ ધીરજલાલ મીરાણી | અમદાવાદ | ૧,૧૦૦-૦૦ |
૨૨ | શ્રીમતિ ચંદ્રિકાબેન હરીશભાઈ મીરાણી | નાગપુર | ૧,૧૦૦-૦૦ |
૨૩ | શ્રી નેણશીભાઈ ગણેશભાઈ મીરાણી | થાણા | ૧,૧૦૦-૦૦ |
૨૪ | શ્રી ભરતભાઈ દયાળજીભાઈ મીરાણી | રાજકોટ | ૫૦૦-૦૦ |
૨૫ | શ્રી અશોકભાઈ મીરાણી | ધરમપુર | ૫૦૦-૦૦ |
આ સર્વ સહયોગી પરિવારજનોને તેમના ત્વરીત સુંદર પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
સર્વ પરિવારજનોને વૈશાખ સુદ અષ્ટમીના હવન પ્રસંગે તથા બુટભવાની છાસ કેંદ્રના ઊદઘાટન પ્રસંગે હાજર રહેવા નમ્ર વિનંતી.
આ પરિપત્ર આપણે મર્યાદિત સંખ્યામાં મોકલીએ છીએ, તો આપના પરિચયમાં હોય તેવા સર્વ મીરાણી પરીવારજનોને આ બાબતે ટ્રસ્ટ વતીથી જાણ કરવા નમ્ર વિનંતી.
જે પરિવારજનોને પોતાનો સહયોગ પોતાની આસપાસ રહેલી પંજાબ નેશનલ બેંક ખાતે ભરવા ઈચ્છતા હોય તો આપણા ટ્રસ્ટના બચત ખાતાની વિગત નીચે મુજબ છે.
શ્રી મીરાણી કુલદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ
પંજાબ નેશનલ બેંક, મારવે રોડ, મલાડ (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૬૪
ખાતા નંબર : ૧૨૧૮૦૦૦૧૦૦૨૨૩૩૫૦
અથવા આપના સહયોગની રકમ ટ્રસ્ટની ઘાટકોપર (મુંબઈ) ખાતેની રજિસ્ટર્ડ ઓફિસમાં ચેક અથવા રોકડેથી મોકલીને ટ્રસ્ટની ઓફિસમાં જાણ કરશો જેથી આપને તે રકમની રસીદ મોકલી શકાય.
લિ.
શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ
રચીત સમીતી વતી,
ભરતભાઈ ડી. મીરાણી
રોહિતભાઈ આર. મીરાણી
માનદ મંત્રીઓ.