આત્મિય ભાઈશ્રી/બહેનશ્રી,
આપણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કારોબારી સમિતીના સભ્યો તથા કાર્યકર્તાઓની એક સંયુક્ત મીટીંગ શ્રાવણ સુદ – ૮ શનિવાર તા. ૧૮/૦૮/૨૦૧૮ ના રોજ બપોરે એક વાગે બુટભવાની ધામ આધોઈ ખાતે બોલાવવામા આવી છે. જેમાં નીચેના મુદ્દાઓની છણાવટ થશે.
- ગત મીટીંગની કાર્યવાહીની મીનીટ્સનું વાંચન અને તેને બહાલી.
- નાણાકીય વર્ષ ૧/૪/૧૭ થી ૩૧/૦૩/૧૮ ના હિસાબોના કરાયેલ ઓડિટ તથા ઈંન્કમટેક્ષમાં ફાઈલ કરાયેલ રીર્ટન અંગે માહિતી.
- મે માહમા કાર્યરત કરાયેલ છસ કેંદ્રની કાર્યવાહી તથા હિસાબકિતાબની જાણકારી.
- મંદિર મોટુ કરવા અંગે આવેલા સૂચનો બદલ નિમાયેલ પાંચ સભ્યોની સમિતીએ કરેલ કાર્યવાહી પર ચર્ચા તથા તે બાબતે આગળ પગલા લેવા પર-ચર્ચા.
- દિવાળી પંચાગ, કૂપનો તથા પ્રોત્સાહક પારીતોષકો અને નોટબૂક વિતરણ માટે નોટબૂકના ઓર્ડર આપવા અંગે ચર્ચા.
- સહ મહાપ્રસાદ દાતા તરીકે વિક્રોલીના શ્રી નિશીથભાઈન શ્રીધરભાઈ મીરાણીની ઓફર ઊપર વિચારણા.
- આવેલા પત્રો પર વિચારણા.
- પ્રમુખશ્રીની રજાથી અન્ય રજુઆત થાય તે બાબતે ચર્ચા.
સર્વ ભાઈ-બહેનોને સમયસર ઉપસ્થિત થવા વિનંતી.
ખાસ નોંધ
અષ્ટમી નીમિત્તે દૂર દૂરથી આવતા પરિવારોને આવાગમનની વ્યવસ્થા કરવાની સુવિધા થાય તે માટે દિવાળી પછી ચાર માસની અષ્ટમીની જાણકારી નીચે મુજબ છે.
સંવત ૨૦૭૫ કારતક સુદ – ૮ શુક્રવાર તા. ૧૬/૧૧/૨૦૧૮
માગશર સુદ – ૮ શનિવાર તા. ૧૫/૧૨/૨૦૧૮
પોષ સુદ – ૮ સોમવાર તા. ૧૪/૧૨/૨૦૧૯
પાટોત્સવ મહાવદ – ૬ રવિવાર તા. ૨૪/૦૨/૨૦૧૯
લિ.
શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ રચિત સમીતી વતી
ભરતભાઇ ડી. મીરાણી, રોહિતભાઇ આર. મીરાણી
માનદ્દ મંત્રીઓ.