આત્મીય ભાઇશ્રી/બહેનશ્રી,
આપણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કારોબારી સમીતીના સભ્યો, કાર્યકર્તાઓ તથા દાતાઓની એક સંયુક્ત મીટીંગ પોષ સુદ આઠમ સોમવાર તા. ૧૪/૦૧/૨૦૧૯ ના દિવસે બપોરે બાર વાગે આષોઇ બુટ્ભવાની ધામ ખાતે બોલાવેલ છે. જેમા નીચેના મુદ્દાઓની છણાવત થશે.
- ગત મીટીંગની મીનીટસનું વાંચન તથા તેને બહાલી.
- મહાવદ -૬ તા. વાર્ષીક પાટોત્સવની ઉજવણી અંગે વ્યવસ્થા બાબતે ચર્ચા.
- વરીષ્ઠ નાગરીકોનું સન્માન તથા કુંવારીઓને આપવાના મોમેન્ટોના વિતરણ અંગે ચર્ચા.
- આ વર્ષે મોમેન્ટોના દાતા તરીકે બોરીવલી( મુંબઇ) ના મંજુલાબેન નરોત્તમભાઇ મીરાણીનું સોજન્ય છે.
- વિદ્યાથીઓ માટે પ્રોત્સાહક પારીતોષીકો તથા નોટબુકની ખરીદી અંગે ચર્ચા.
- ક્ષેત્રપાળ દાદાની જગ્યાએ હવન તથા પૂજા માટે આવેલા સૂચનો પર ચર્ચા.
- હાલના મંદિરનો જીર્ણોધ્ધાર કરીને મોટું મંદિર બનાવવાના સૂચનો પર ચર્ચા.
- આવેલા પત્રો પર ચર્ચા.
- ડીસેમ્બર ૨૦૧૮ સુધી અપાયેલ આર્થીક સહય અંગે જાણકારી.
- પ્રમુખશ્રીની રજાથી અન્ય જે રજુ થાય તે પર ચર્ચા.
- મુખ્ય યજમાન તથા ધન્મ આરોહણ કુપનનો માતાજી સમક્ષ ડ્રો.
લિ.
શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ
રચીત સમિતિ વતી
ભરતભાઈ ડી. મીરાણી
રોહીતભાઈ આર. મીરાણી
માનદ મંત્રીઓ.