આધોઇ બુટ ભવાની મંદિર ખાતે નવરાત્રી મહોત્સવ

આદરણીય પરિવાર જનો,

આસો માસની નવરાત્રી મહોત્સવની ઉજવણી ભાદરવા વદ અમાસ શનિવાર તા.28 સપ્ટેમ્બર બપોરે બાર વાગ્યે ઘટ સ્થાપન કરી શરૂ થશે.

નવરાત્રી અષ્ટમી પૂર્ણાહુતિ રવિવાર તા.6 ઑક્ટોબર ના દિવસે બપોરે બાર વાગ્યે કરાશે.

નવરાત્રી મહોત્સવની પૂ્ણાહુતિ રૂપે હવન નો મંગળ વાર તા.8 ઑક્ટોબર વિજયા દશમી ના રોજ સવારે આઠ વાગે પ્રારંભ થશે.
શ્રી ફળ હોમ બપોરે સાડા બાર કલાકે થશે.

આ વખતે હવન ના મુખ્ય યજમાનપદે કાંદિવલી મુંબઈ ના શ્રી કિશોર ભાઈ ઓધવજી ભાઈ મીરાણી ના પરિવારજનો બિરાજશે.
મહાપ્રસાદ નું સૌજન્ય માતુશ્રી ભવાની બેન ઓધવજી ભાઈ મીરાણી ભચાઉ વાળા હાલે મુંબઈ તરફ થી છે.

સર્વ પરિવારજનો ને આ અવસર નો લાભ લેવા વિનંતી.


લિ..
શ્રી મીરાણી કુળદેવી બુટ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ વતી..
ભરત ભાઈ ડી મીરાણી અને રોહિત ભાઈ ર. મીરાણી
માનદ મંત્રી ઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *