Corona Update

માનનીય પરિવારજનો,, જય માતાજી.
આપ સહુ પોતપોતાના ઘરે બેસીને કુશળ મંગળ હશો.

સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ તથા ડોકટરો દ્વારા અપાતી સલાહ મુજબ વર્તન કરશું તો આ મહામારી માં થી બહાર આવી શકશું.
આપણા ટ્રસ્ટ દ્વારા Aadhoi ખાતે જરૂરીયાત મંદો ને અનાજ, ની 56 કીટ નું વિતરણ કરાયું છે.
હવે સરકાર તરફથી પણ કીટ નું વિતરણ કરવામાં આવે છે.. તેથી આપણે આ કીટ વિતરણ બંધ કર્યું છે.
અત્યાર આ મહામારી માં તથા લોક ડાઉન ની પરિસ્થિતિ માં અને ઉનાળાની વિકટ ગરમીમાં ગાયો ભૂખે મરે છે. પાંજરાપોળ તથા સંગઠીત ઢોર વાડા પાસે કાયમી ફંડ તથા દાતાઓ છે પણ કેટલાક માલધારીઓ પાસે કોઈ વ્યવસ્થા નથી.
આપણા મીરાણી પરિવાર ના ભૂજ ખાતે રહેતા શ્રી મનુભાઈ મીરાણી આ દિશામાં ખૂબ ખૂબ ઉમદા કાર્ય કરે છે. હાલમાં તેમણે આપણા તીર્થધામ નારાયણ સરોવર પાસે 3100 ગાયો ના નિભાવ માટે વ્યવસ્થા કરી છે. તેમનો વહીવટ અત્યંત પારદર્શક છે. વ્યક્તિગત રીતે મને તેમનો ખૂબ સુંદર અનુભવ થયો છે.
તેમણે કરેલા સર્વે મુજબ ગાંધીધામ થી આપણા અધોઈ વચ્ચે લગભગ 1500 જેટલી ગાયો ભૂખે મરે છે અને કેટલીક ગાયો એ ભૂખ મીટાવવા બાવળ ના પાન ખાધા અને તેના કાંટા ના કારણે ખૂબ દુખી થઇ છે.
આ વખતે આપણે છાસ કેન્દ્ર શરૂ કરવાના નથી.. તો આ વર્ષે આવી કપરી પરિસ્થિતિમાં ગાયોની સેવા કરીએ.
શ્રી મનુભાઈ મીરાણી ને તેમના સંપર્ક ના કારણે ખૂબ સારા ભાવ થી ઘાસ ચારા પ્રાપ્ત થાય છે. હમણાં તેમણે રૂ 38/મન પ્રમાણે ખરીદી કરી હતી.. કરછ માં એક મન એટલે 40 કિલો વજન થાય છે.. વરસાદ પડે ત્યાં સુધી બે મહિના સુધી ગાયો માટે કાળજી કરવાની છે.
એક માસ નો અંદાજીત ખર્ચ અત્યારે લગભગ રૂ 80000 થી 90000 જેવો થાય.. આપણી પાસે છાસ કેન્દ્ર ના ગયા વર્ષની રૂ 94400 જેવી રકમ જમા છે અને આ મહા વદ છઠ્ઠ ના દિવસે છાસ કેન્દ્ર માટે બીજા 13000 મળ્યા છે..જો આપ સહુ આ ઉમદા કાર્ય માટે સાથ સહકાર આપો તો શ્રી મનુભાઈ મીરાણી ના માર્ગદર્શન હેઠળ આપણે આ કાર્ય આપણા ટ્રસ્ટ ના નામે શરૂ કરીએ.

આ કાર્ય શરૂ કરવા ગઈ કાલે વોટ્સએપ દ્વારા બધાં ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી અને તેમણે બધાએ આવા સંજોગોમાં આ ઉમદા કાર્ય માટે સહમતી આપી છે.
આપ સૌને આ ઉમદા કાર્ય માટે પોતાની રીતે, પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર સહયોગ આપવાની નમ્ર વિનંતી છે.. જે પણ પરિવાર જનો તરફથી આ કાર્ય માટે ફાળો આવશે તેની વિગત મારા આ 256 સભ્યો ના બ્રોડ કાસ્ટીંગ ગ્રુપ તથા અન્ય મીરાણી પરિવાર ગ્રુપ પર મૂકવામાં આવશે. આપ સહુ ના સકારાત્મક સહયોગ ની અપેક્ષા સાથે.
શ્રી મીરાણી કુળદેવી બુટ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *