આત્મીય પરીવાર જનો,, આપ સૌને જાણ છે તે મુજબ ગયા વર્ષમાં સમસ્ત વિશ્વમાં ફેલાયેલા કોવીદ 19 ના કારણે મોટા ભાગ ના કાર્યક્રમો સ્થગિત થઈ ગયા હતા. આ વર્ષ તા 4 થી માર્ચ નો મહા વદ છઠ્ઠ નો પાટોત્સવ ઉજવી શકશે કે કેમ તે અંગે પણ શંકા હતી.. સરકારી નિયંત્રણો મુજબ 100 થી વધારે માણસો ને ભેગા થવા પર પ્રતિબંધ હતો.. તેથી આ વર્ષે પાટોત્સવ સાદાઈ થી ઉજવવાનું નક્કી કર્યું હતું ગુજરાત સરકાર દ્વારા ગયા અઠવાડિયે એક પરિપત્ર બહાર પડાયો તે મુજબ ખુલ્લા મેદાનમાં લોકો ને ભેગા થવા પર ના નિયંત્રણ દૂર કરવામાં આવ્યા છે. આ છુટછાટ પછી પણ આપણે બધા એ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે.. કોવિદ્ ની મહા મારી ઢીલી પડી છે પણ હજુ કરોના વાયરસ નાબૂદ થયો નથી.. તેથી આપણા સર્વ પરિવારજનો ના હિતમાં તથા તેમની તંદુરસ્તી માટે આપણે બધા ખુબ કાળજી પૂર્વક સાવચેતીના પૂરા પગલાં ભરી ને આ વખતે આપણા માતાજી નો પાટોત્સવ પંચ કુંડી મહાયજ્ઞ દ્વારા ઉજવશું સાવચેતી ના પગલાં રૂપે બધાં સન્માન સમારંભ તથા નોટ બુક વિતરણ અને કુમારિકાઓ ને અપાતા momento વગેરે કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. બની શકે તો હવન કાર્યમાં બેસનારા યજમાન પરીવાર ના તેમના પોતાનાં ઉપરાંત ફક્ત પાંચ થી છ વ્યક્તિઓ મંદિર આવે અન્ય ભક્ત જનો ઘર દીઠ એક કે બે વ્યક્તિ માતાજીના દર્શન કરવા માટે તે દિવસે આવે 10 વર્ષથી નીચેના બાળકો અને વરિષ્ઠ નાગરિકો પોતપોતાના ઘરે બેસીને માતાજીની આરાધના કરે તે તેમના માટે અને સર્વ પરિવારજનો માટે હિતકારી છે.. આપણા ટ્રસ્ટ દ્વારા ઘરે બેસીને આરાધના કરનાર ને વિડીયો દ્વારા હવન ના દર્શન કરાવવામાં આવશે
પાટોત્સવ નો કાર્યક્રમ1) પાતાલેશ્વર મહાદેવ પરિસર માં બિરાજતા ક્ષેત્રપાળ દાદા નો હવન મહા વદ પાંચમ તા 3જી માર્ચ ના દિવસે સવારે 9.00 વાગ્યાથી આ વર્ષે ભૂજના શ્રી અનિલ ભાઈ માધવજી મીરાણી પરિવાર તે હવન ના મુખ્ય યજમાન પદે બિરાજશે2) તા 3 જી માર્ચ ના દિવસે સાંજે સાડા ચાર કલાકે પંચ કુંડી મહાયજ્ઞ માં બિરાજનાર યજમાનો ની દેહ શુધ્ધિ કાર્યક્રમ3) મહા વદ છઠ્ઠ તા 4 થી માર્ચ ના દિવસે હવન પ્રારંભ સવારે આઠ કલાકે શરૂ કરવામાં આવશેશ્રીફળ હોમ બપોરે સાડા બાર વાગ્યે થશેઉપરોક્ત બધાં કાર્યો સંધ્યાગીરી સંસ્કૃત પાઠશાળા ના વિદ્વાન આચાર્ય શ્રી વિપુલ ભાઈ શાસ્ત્રી દ્વારા કરાવાશે પંચ કુંડી મહાયજ્ઞ માં એક કુંડી પર કુપન ના ડ્રો માં ભાગ્યશાળી બનેલા ભચાઉ ના શ્રી સંજય હીરાલાલ મીરાણી ના પરિવારજનો બિરાજશેબીજા કુંડ પર મહાપ્રસાદ ના દાતા શ્રી જમનાદાસ મગનલાલ મીરાણી રાયપુર ના પરીવાર જનો અને સહ મહા પ્રસાદ દાતા માતુશ્રી અનસુયાબેન લક્ષ્મિકાંત મીરાણી મુંબઈ ના પરીવાર જનો બિરાજશેત્રીજા કુંડ પર રાયપુર ના શ્રી જમનાદાસ મગનલાલ મીરાણી ના પરીવાર જનો,, ચોથા કુંડ પર ધમ તરી ના શ્રી મણીલાલ દયાળજી મીરાણી ના પરીવાર જનો અને પાંચમા કુંડ પર ડીસા ના શ્રી તુલસીદાસ છગન લાલ મીરાણી ના પરીવાર જનો બિરાજશે ધજા આરોહણ માટે કૂપન ના ડ્રો થી અમરેલી ના ડો એ બી મીરાણી ના પરીવાર જનો ભાગ્યશાળી નીવડ્યા હતા આ બધાં જ કાર્યક્રમો પૂરતા સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને કરવામાં આવશે મંદિર ના પરિસર માં દાખલ થનાર હરેક ભક્ત જનો એ સરકારી નિયંત્રણો અને માર્ગદર્શન મુજબ માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું હવન કાર્ય ની વચ્ચે આપણે આપણા દિવગાંત થયેલા રાજકોટ ના શ્રી ભરત ભાઈ મીરાણી,, ડીસા ના શ્રી રમેશ ભાઈ મીરાણી તથા ભચાઉ ના શ્રી પરષોત્તમ ભાઈ મીરાણી નું મરણોત્તર સન્માન કરશું જનરલ મીટીંગ તથા અન્ય સત્કાર સમારંભ રદ કરવામાં આવ્યા છે તેની નોંધ લેવા વિનંતી લિ શ્રી મીરાની કુળદેવી બુટ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી રાજા ભાઈ આર. મીરાણીશ્રી જયંતિલાલ આર મીરાણીશ્રી નેણ શી ભાઈ જી મીરાણીશ્રી હરેશ ભાઈ એમ મીરાણીશ્રી રાજેશ ભાઈ એસ મીરાણીશ્રી ઘનશ્યામ ડી મીરાણીશ્રી ધીરજલાલ એન મીરાણીશ્રી મહેશ ભાઈ એમ મીરાણી તથા શ્રી રાજેશભાઈ એમ મીરાણી ના જય માતાજીશ્રી મીરાણી કુળદેવી બુટ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટની સમિતી વતીશ્રી રોહિત ભાઈ આર મીરાણીશ્રી ભૂપેન્દ્ર એન મીરાણી માનદ મંત્રી ઓ શ્રી સુરેશ ભાઈ જે મીરાણી અનેશ્રી અશોક ભાઈ એચ મીરાણી સહમંત્રી ઓ ના જય માતાજી
ખાસ નોંધ.
1) આ વર્ષે કરોના ના સંજોગો ના કારણે અધોઈ બુટ ભવાની મંદિર ખાતે રાતવાસો કરવા માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી.. પાટોત્સવ ના આગલા દિવસે આવનાર ભાવિકો એ પોતાની રીતે રાતવાસો કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી
2) પોતાના વાહન લઇને આવનાર ભાવિકો ને મંદિર પાસે પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરવા માટે વિનંતી