આદરણીય ભાઈઓ અને બહેનો,,
આપણા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ,, કારોબારી સમિતિ ના સભ્યો,, અને કાર્યકર્તાઓની એક સયુંકત મીટીંગ પોષ સુદ અષ્ટમી સોમવાર તા 10મી જાન્યુઆરી ના રોજ બપોરે એક વાગે Adhoi બુટ ભવાની ધામ ખાતે બોલાવવામા આવી છે જેમાં નીચેના મુદ્દા ઓ ની ચર્ચા કરવામાં આવશે
1) દિવગંત થયેલા પરિવાર જનો ને મૌન શ્રધ્ધાંજલિ
2) ગત કારોબારી સમિતિની બેઠક ની કાર્યવાહી ની મિનીટ નું વાંચન અને તેને બહાલી
3) મંદિર પુનઃ નિર્માણ કાર્ય ની સમીક્ષા અને અત્યાર સુધીમાં થયેલ ખર્ચની જાણકારી
4) અન્નપૂર્ણા ભવન નિર્માણ કરવા માટે ચર્ચા વિચારણા
5) વાર્ષીક પાટોત્સવ મહા વદ છઠ જે આ વખતે તા 22મી ફેબ્રુઆરી ના દિવસે આવે છે,, તેની ઉજવણી કરવા માટે વધી રહેલી કોવિદ ની મહામારી ને ઘ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા માટે ચર્ચા
6) નોટબુક વિતરણ,, સન્માન સમારંભ,, વગેરે બાબતો નક્કી કરવા માટે ચર્ચા
7) માર્ચ 2021 સુઘી ઓડિટ થયેલા હિસાબની જાણકારી
8)31 ડીસેમ્બર 2021 સુઘી ટ્રસ્ટની નાણાકીય પરિસ્થિતી અંગે જાણકારી
9) મહા વદ છઠ ના પાટોત્સવ પ્રસંગે મુખ્ય યજમાન તથા ધજા આરોહણ કરવા માટે કુપન નો ડ્રો કરી નક્કી કરવાની કાર્યવાહી
10) પ્રમુખ સ્થાને થી રજા લઈને અન્ય કોઇ બાબત રજુ થાય તો તે પર ચર્ચા વિચારણા
સર્વ ભાઈ બહેનો ને સમયસર હાજર થવા તથા મીટીંગ પૂર્ણ થાય ત્યાં સુધી હાજરી આપવા નમ્ર વિનંતી
લિ.
શ્રી મીરાણી કુળદેવી બુટ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ રચીત કારોબારી સમિતિ વતી
રોહીત મીરાણી તથા ભૂપેન્દ્ર મીરાણી
માનદ મંત્રી ઓ
ના જય માતાજી
Good job and information