આત્મીય પરિવાર જનો,,
વૈશાખ સુદ અષ્ટમી પુનઃ પ્રતિષ્ઠા હવન શુક્રવાર તા 28મી એપ્રીલ ના દિવસે સવારે આઠ વાગ્યાથી પ્રારંભ થશે
આ વર્ષે હવનના મુખ્ય યજમાન તરીકે ડીસા ના સ્વ તુલસીદાસ છગનલાલ મીરાણી ના પરિવાર જનો બિરાજશે
કરોના મહામારી એ પાછું માથું ઊંચક્યું છે ,, ખરાબ મોસમના કારણે અન્ય રોગચાળો વકર્યો છે,, અને ગરમી પણ ખૂબ પડે છે,, તો સર્વ પરીવાર જનો એ ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકો એ ખૂબ સાવચેતી રાખવી ..
કચ્છના અભાવગ્રસ્ત ગામડાઓ માં આપણા સમસ્ત મીરાણી પરિવાર તરફથી ગૌસેવા નું કાર્ય વૈશાખ સુદ અષ્ટમી થી શરૂ કરી ને અષાઢ સુદ અષ્ટમી સુઘી બે મહિના ગાયોને એકાંતરે લીલો ઘાસચારા નું વિતરણ ભૂજ ના શ્રી મનુભાઈ મીરાણી અને તેમના સાથીદારો ના સથવારે કરવામાં આવશે
ગયા વર્ષે આપણૅ લગભગ 2500 ગાયો ને રૂ 3,50,000/ નો ઘાસચારો અર્પણ કર્યો હતો.
આ વર્ષે અત્યાર સુધી રૂ 1,43,000/ જેટલી રકમ ગૌસેવા માટે પ્રાપ્ત થઈ છે તે આપ સૌ ની જાણ ખાતર.
ધીરુભાઈ મીરાણી ના જય માતાજી