Meeting Update Sep-2023

તા 15મી સપ્ટેમ્બરે ટ્રસ્ટ બોર્ડ ના ટ્રસ્ટીઓ ની એક મીટીંગ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રાજા ભાઈ મીરાની ના અઘ્યક્ષ પદે ઘાટકોપર East ખાતે શ્રી રાજા ભાઈ મીરાની ની ઓફિસે બોલાવવામા આવી હતી..
તેમાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રાજા ભાઈ મીરાની ઉપરાંત ટ્રસ્ટી શ્રી જયંતી ભાઈ મીરાની,, ટ્રસ્ટી શ્રી રાજેશ ભાઈ શાંતિલાલ મીરાની, ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ મીરાની,, ટ્રસ્ટી શ્રી હરેશ ભાઈ મીરાની અને ટ્રસ્ટી શ્રી ઘનશ્યામ ભાઈ મીરાની હાજર રહ્યા હતા..
મિટિંગમાં ચર્ચા વિચારણા કર્યા બાદ નીચે મુજબ ના અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા
1) બુટ ભવાની ધામ ખાતે કરાયેલ બાંધકામ ના આવક જાવક ના હિસાબ રજુ કરવામાં આવ્યા હતા,, તેની પૂરી છણાવટ કર્યા બાદ સર્વ સંમતી સાથે પાસ કરવામાં આવ્યા હતા,, અને આટલી ચીવટ પૂર્વક હિસાબો રાખીને રજૂઆત કરવા બદલ શ્રી ધીરુભાઈ મીરાની નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..
2) ટ્રસ્ટના પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેન્ક ના બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ ની વિગતની જાણકારી હરેક ટ્રસ્ટીઓ ને આપવામાં આવી હતી..
3) ટ્રસ્ટી શ્રી નેણશી ભાઈ ના અવસાન ના કારણે ખાલી પડેલી જગ્યા માટે તા.24મી ઓગસ્ટે આધોઈ બુટ ભવાની મંદિર ખાતે મળેલી મીટીંગ માં ચાર પરિવાર જનો ના નામની ટ્રસ્ટ બોર્ડ ને ભલામણ કરવામાં આવી હતી..
આ ચારે નામ પર ચર્ચા વિચારણા કર્યા બાદ સ્થાનિક લેવલે જે વ્યક્તિ નો તરત સંપર્ક સાધીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી શકાય તેવી વ્યક્તિ ને ટ્રસ્ટી તરીકે નીમી શકાય તો વધારે સારું તેવી હાજર રહેલા સર્વ ટ્રસ્ટીઓ ની લાગણી રહી હતી..
ખૂબ વિચારણા ના અંતે માનદ મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ નરેન્દ્ર ભાઈ મીરાની આદિપુર ના નામની પસંદગી કરવામાં આવી હતી
બીજા ટ્રસ્ટી તરીકે ડીસા ના શ્રી વિક્રમ ભાઈ તુલસીદાસ મીરાની ના નામ પર સર્વસંમતિ સાધવામાં આવી હતી.. શ્રી વિક્રમ ભાઈ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સરકારી કાયદાઓ તથા ચેરીટી કમિશનર ઓફીસ ના કાયદા કાનુન અંગે જાણકારી ધરાવે છે.. તેમનું જ્ઞાન કાયદા કાનુન ની આંટીઘૂંટી ઉકેલવામાં મદદ રૂપ થઈ શકે તેવી બધાંની લાગણી રહી હતી..
બીજા બન્ને પરિવાર જનો શ્રી દશરથ ભાઈ દલપતરામ અને શ્રી ભાવેશ ભાઈ નેણશી ભાઈ ની શક્તિઓ નો લાભ પણ માતાજીના કાર્ય અને પરિવારની કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરથી લેવામાં આવશે..
ટ્રસ્ટીઓ તરીકે જેમના નામ નક્કી કરવામાં આવ્યા છે તે માટે સરકારી ઓફિસો ની formality પૂર્ણ કર્યા બાદ તેમનો ટ્રસ્ટ બોર્ડ માં સમાવેશ કરવામાં આવશે..
બન્ને પરિવાર જનો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.. મા બુટ ભવાની તેમને આ કાર્યભાર સારી રીતે વહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના..
ધીરુભાઈ મીરાની ના જય માતાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *