આત્મીય પરિવાર જનો,,
ગૌસેવા નું આપણું કાર્ય ખૂબ સુંદર રીતે પાર પડ્યું.. અખાત્રીજ તા 27 મી એપ્રીલ થી એકાંતરે દિવસે ઘાસ ચારા નું વિતરણ આપણા પરિવાર દ્વારા તા 11 મી જુલાઇ સુધી કરાયું.. આમ લગભગ અઢી મહિના સુધી એકાંતરે 2240 ગાયો ને ગાંધીધામ અને ભચાઉ સુધીના વિસ્તારમાં 14 જગ્યાએ ભૂજ ના શ્રી મનુભાઈ મીરાણી,, કાંતિભાઈ તથા હિંમત ભાઇ અને તેમના પરિવાર જનો અને સાથીદારો ની સક્રિય સહાય સાથે ખૂબ સારી રીતે પાર પડ્યું.
કરોના વાયરસ ની મહા મારી ના કારણે બધી જગ્યાએ લોક ડાઉન ચાલતું હતું. હરેક પરિવારજનો ને અલગ અલગ રીતે આર્થિક સંકડામણ નો અનુભવ થતો હતો.. પરંતુ આપણા ટ્રસ્ટ ના ટ્રસ્ટ બોર્ડ ની ગૌસેવા ની અપીલ નો આપણા પરિવાર જનો એ ખૂબ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો..
લગભગ 130 પરિવાર જનો એ સહયોગ આપીને રૂ 418990/જેટલી રકમના વચન ગૌસેવા માટે આપ્યા.. આ 418990 માં થી રૂ 360987/જેટલી રકમ ટ્રસ્ટ ના ખાતા માં જમા થઈ ગઈ છે.. લગભગ 20 જેટલા પરિવાર જનો પોતાના સહયોગ ની રકમ લોક ડાઉન ના કારણે મોકલી શક્યા નથી બધું નોર્મલ થશે ત્યારે બાકીના રૂ 58003/પણ ગૌસેવા માટે જમા થઈ જશે
360981ની જે આવક થઈ ગઈ છે તેમાંથી આપણે ઘાસચારા માટે કુલ રૂ 362810/નો ખર્ચ કરેલ છે..
ઘાસચારા ઉપરાંત આપણા ટ્રસ્ટ દ્વારા લોક ડાઉન ની શરૂઆત માં Aadhoi ગામમાં રહેતા જરૂરીયાત મંદો ને રૂ 40500/ની અનાજની કીટ આપી હતી..આમ કુલ કરોના વાયરસ ની મહા મારી માં ટ્રસ્ટ દ્વારા ગૌસેવા તથા અનાજની કીટ નો ખર્ચ રૂ 4,03,310/નો કરવામાં આવ્યો છે..
કરછ જિલ્લામાં વરસાદ થઈ ગયો છે અને ઘાસ ચારા ની તકલીફ ઓછી થઇ ગઇ છે.. આપણે બે મહિના ના બદલે અઢી મહિના સુધી એકાંતરે ગૌસેવા કરી તે સર્વ મા બુટ ભવાની ની કૃપા દ્રષ્ટિ થી અને આપ સહુ ના સક્રિય સહયોગ દ્વારા શક્ય બન્યું છે..
ટ્રસ્ટ બોર્ડ ના ટ્રસ્ટીઓ સમસ્ત મીરાણી પરિવાર નો ખૂબ ખૂબ આભાર માને છે..
મા બુટ ભવાની આપણા સમસ્ત પરિવાર વચ્ચે આવો જ પ્રેમભાવ તથા સંપ જાળવી રાખે અને મા ભગવતી બુટ ભવાની ની કૃપા હરેક પરિવારજનો પર વરસતી રહે તેવી પ્રાર્થના
Dear All Mirani Parivar members
Our Noble work for Gauseva is successfully completed with active cooperation of all of you. Distribution of Grass supply was started on 27th April and continued upto 11th July on alternate days.
Total 2240 Cows were served at 14 places from GANDHIDHAM to Bhachau ..
ShrI Manubhai Mirani of Bhuj and his family and team members like kantibhai,,Himmatbhai and others cooperated very actively and managed in transparent way
Appeal of trust board was very well responded by Mirani parivar members..Though due to lock down because of the Carona virus epidemic everyone had some or other problems in day to day operations
About 130 families responded to the appeal of the trust board and promise of Rs 418990/ was received for this noble work..Out of this Rs 3,60,987/is already received in the account of the trust.Balance Rs 58003/ is receiveble from 20 members which will be received as soon as circumstances become normal..
Out of the income received We have spent Rs 3,62,810/, towards purchase and distribution of Grass supply..Apart from this we have also spent Rs 40500/towards distribution of Food grains to needy families in Adhoi during Lok down
All this Noble work was possible by Grace of MAA Boot bhavani Mataji and cooperation of all Mirani parivar members..
Trust board thank all of you for your timely response and cooperation
Contact
Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability.
Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.
Location:
Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India