February 05, 2024 by miraniparivar

આત્મીય પરિવાર જનો ,
મહા વદ છઠ્ઠ પાટોત્સવ ની નિમંત્રણ પત્રિકા પ્રેસ માં છાપવા આપી દીધી છે.. આપ સૌ આપના આવાગમન ની વ્યવસ્થા કરી શકો તે માટે આગોતરી જાણકારી આપી છે.

  • મહા વદ પાંચમ તા 29મી ફેબ્રુઆરી ના દિવસે સવારે સાડા આઠ વાગ્યાથી આધોઈ પાતાલેશ્વર મહાદેવ પરિસરમાં બિરાજતા શ્રી ક્ષેત્રપાળ દાદા નું પૂજન અર્ચન અને હવન કાર્ય.
    હવનના મુખ્ય યજમાન તરીકે રાયપુરના શ્રી જમનાદાસ મગનલાલ મીરાની પરિવાર ના સભ્યો બિરાજશે.
  • બપોરે સાડા બાર વાગે શ્રીફળ હોમ બાદ આધોઈ બુટ ભવાની ધામ ખાતે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સાંજે ચાર વાગ્યે પંચ કુંડી મહાયજ્ઞ ના યજમાન પરિવારો ની આચાર્ય શ્રી વિપુલ ભાઇ શાસ્ત્રી દ્વારા દેહ શુદ્ધિ નો કાર્યક્ર્મ.
  • મહા વદ પાંચમ તા 29 ફેબ્રુઆરી ના સાંજે સાત વાગે ટ્રસ્ટીઓ,, કારોબારીના સભ્યો,, કાર્યકર્તાઓ અને મહિલા મંડળ ની બહેનો ની એક સંયુક્ત મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે.
  • રાત્રે આઠ વાગ્યાથી બુટ ભવાની ધામ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
  • બીજા દિવસે મહા વદ છઠ્ઠ પાટોત્સવ તા 1લી માર્ચના દિવસે સવારે સાડા આઠ વાગ્યાથી પંચ કુંડી મહાયજ્ઞ નો પ્રારંભ.
  • બપોરે સાડા બાર વાગે શ્રીફળ હોમ.
  • બપોરે બે વાગ્યે વરીષ્ઠ નાગરીકો નું સન્માન,, તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન.
  • તે ઉપરાંત કુવાસી બહેન દીકરીઓને પાટોત્સવ નિમિત્તે મોમેંટો.
  • રાહત દરે નોટબુકો નું વિતરણ સવારે સાડા દસ પછી શરૂ કરવામાં આવશે.

આપ સૌને દરેક કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી.


શ્રી મીરાની કુળદેવી બુટ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ના જય માતાજી

Contact

Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability. 

Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.

Location:

Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India