આત્મિય પરિવારજનો, આપ સર્વને અગાઉ જાણ છે, તે મુજબ આપણે પંચકુંડી હવનની આહુતી દ્રારા માતાજીની ૩૪મી વર્ષિક પાટોત્સવઉજવણી કરશું. શુક્રવાર તા. ૬/૧/૨૦૧૭ના આશરે બસો જેટલા પરિવારજનોની હાજરીમં મુખ્ય યજમાન તથા ધજા આરોહણની કુપનોનો ડ્રો કરાયો હતો. તેમાં મુખ્ય યજમાન તરીકે ભૂજના શ્રીમતી દિપાલી અંકુર મીરાણી પર તથા ધજા આરોહણ તરીકે વાંકાનેરના શ્રી આદિત્ય રાજેશભાઈ મીરાણી પરા માતાજીની ક્રુપા દ્રષ્ટિ થઈ હતી. આ ઉપરાંત એક કુંડઉપર મહાપ્રસાદ દાતા રાપરના શ્રી માવજીભાઈ મુળજીભાઈ મીરાણીના પરિવારજનો અને મહાપ્રસાદના સહયજમાન દાતા માતુશ્રી અનસુયાબેન લક્ષ્મીકાંત જમનાદાસ મીરાણી જોડીઆવાળાના પરિવારજનો બિરાજશે. બે કુંડ ઉપર રાયપુરના શ્રી જમનાદાસ મગનલાલ મીરાણીના પરિવારજનો તથા એક કુંડ ઉપર ધમતરીના શ્રી મણીલાલ દયાળજી મીરાણના પરિવારજનો બિરાજશે. મહા વદ-૫, તા. ૧૬/૨/૨૦૧૭ સાંજે ૪.૦૦ કલાકે યજમાનોની દેહશુદ્ધિ તથા પ્રારંભીક ક્રિયાઓ મહા વદ-૬ શુક્રવાર તા. ૧૭/૨/૨૦૧૭ હવન પ્ર્રારંભ સવારે ૭:૩૦ કલાકે શ્રીફળ હોમ બપોરે ૧૨:૩૦ કલાકે યજ્ઞકાર્યના મુખ્ય આચાર્યપદે સામખીઆરી સંધ્યાગીરી સંસ્ક્રુત પાઠશાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ શાસ્ત્રી બિરાજશે આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ યજ્ઞશાળાનું નિર્માણ થશે. જેથી યજ્ઞકાર્યનું પાવિત્ર્ય જળવાઈ રહે
Contact
Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability.
Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.
Location:
Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India