About Nived Details

ત્રણે કન્યાઓ આદ્યશક્તિ ની ચોસઠ જોગણી માતાજીના અવતાર ગણાય છે અને અનેક કુળ ની કુળદેવી તરીકે તેઓ ની સ્થાપના કરવામાં આવી છે.
 મા બુટ ભવાની ચોત્રીસ કુળ ની કુળદેવી તરીકે પૂજાય છે,, સોની,, સુથાર,, લુહાર,, ક્ષત્રિય,, જૈન સમાજ ના કેટલાક પરિવાર,, લોહાણા સમાજ ના પરિવાર જનો તેને કુળદેવી તરીકે પુજે છે.. અમદાવાદઃ પાસે ધોળકા તાલુકાના અરણેજ ગામે પણ બુટ ભવાની મા નું પ્રાગટ્ય થયું છે અને ત્યાં બધી કોમ ના લોકો પૂજા આરાધના કરવા આવે છે.. કહેવાય છે કે ધોળકા,, ધંધુકા,, વિરમગામ,, સુરેન્દ્રનગર,, હળવદ અને કરછ જિલ્લામાં કુલ 125 જેટલા મા બુટ ભવાની ના મંદિરો આવેલા છે.
  આદ્યશક્તિ ના અનેક સ્વરૂપો માં કેટલાક સ્વરૂપ સૌમ્ય અને શાંત છે અને કેટલાક સ્વરૂપ ઉગ્ર દેખાય છે,, મા કાળી,, મા ચામુંડા,, મા બુટ ભવાની જેવા કેટલાક સ્વરૂપ ઉગ્ર સ્વરૂપ દેખાય છે,, પરંતુ તે સ્વરૂપે પણ તેઓ સતત પોતાના ભક્તોના હૃદયમાં બિરાજીને તેમનું સદાય કલ્યાણ થાય તે જ આશીર્વાદ આપે છે.
     આધોઈ ખાતે બિરાજતા મીરાની પરિવાર ના કુળદેવી મા બુટ ભવાની તે સમયની જરૂરિયાત અનુસાર ઘણાં સમય સુધી શ્રી નારણજી ભાઈ મીરાની એ બનાવેલી દેરીમાં બિરાજમાન રહ્યા હતા. તે સમયે વાહન વ્યવહાર ના સાધનો ઓછા હતા,, અત્યાર જેટલી દોડાદોડ અને મુસાફરી કરતા ન હતા.. બહારગામ વસતા જ્ઞાતિબંધુઓ આધોઈ દર્શન કરવા આવે,, ત્યારે આપણા પૂર્વજો ના આસપાસ વસતા પરિવારો બહારથી આવતા પરિવાર જનો ના આગતા સ્વાગતા કરતા હતા.. સામે પક્ષે આવનાર યજમાન પરિવાર પોતાના કહી શકાય તેવા આ પરિવાર જનો સાથે બેસીને મહા પ્રસાદ લઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી.. કદાચ તેના કારણે આપણા પૂર્વજો એ કુળદેવી મા બુટ ભવાની ના નિવેદ બહુ મોટા પાયે આયોજન કર્યા હશે,, તે જમાનામાં તેર પાલી ઘઉં ની લાપસી એટલે કે આજના સોળ કિલો ઘઉં ની લાપસી કરાતી હતી,, તેમાં ઘી,, ગોળ બધું બરાબર નખાય તો લગભગ ચાલીસ કીલો જેટલી લાપસી કરાતી હતી.. તે સમયે આપણા પૂર્વજો ના પરિવાર જનો ની ત્યાં વસતી હતી,, અને આસપાસ વસતા ખેડૂતો પણ મહાપ્રસાદ માં સામેલ થતા હતા એટલે મહાપ્રસાદ નો પૂરેપૂરો ઉપયોગ થતો હતો,, કાળક્રમે પરિવાર જનો ની વસ્તી ઓછી થઈ ગઈ,, લાપસી ખાનાર પણ ઓછા થતા ગયા એટલે હાલની પરિસ્થિતિ ને અનુસાર નિવેદ ની વિગત એટલી જ રાખીને તેમાં જરૂરી સુધારા વધારા કરાયા છે જેથી ખોટો બગાડ થાય નહીં.
   વર્ષો સુધી મા બુટ ભવાની નાની દેરીમાં બિરાજમાન રહ્યા પછી કેટલાક પરિવાર જનો ને ત્યાં થોડી ઘણી વધારે સગવડ ઉભી કરવી જોઈએ તેમ લાગ્યું,, તે માટે મોરબીના શ્રી રતિલાલ માવજી ભાઈ,, મુંબઇ વસતા શ્રી નરભેરામ સાંકળચંદ,, શાંતિલાલ મગનલાલ,, રતિલાલ ભાઈ મીરાની,, લીલાધર ભાઈ, ગિરધર ભાઈ,, સુરેશ ભાઈ,, જયંતીલાલ ભાઈ વગેરે પરિવાર જનો એ કેટલીક મીટીંગો કરીને આગળ વધવા નું આયોજન કર્યું હતું,, સંજોગો વસાત ફરી એક વખત થોડી ઢીલ થઈ,, ત્યાર બાદ ઘાટકોપર વસતા શ્રી હસમુખ ભાઈ એ બહુ મોટી મુસાફરી કરી ને અનેક મીરાની પરિવાર જનો ને જાગૃત કર્યા તેના પરિણામ સ્વરૂપે ઇ સ 1975 આસપાસ આધોઈ ખાતે જૂની દેરી ની જગ્યાએ શિખર બંધ મંદિર નું નિર્માણ કરાયું.
  મુંબઇ ના પ્રખર વિદ્વાન અને કર્મકાંડી શ્રી મનુ મહારાજ ના આચાર્ય પદે મા બુટ ભવાની ની પૂજા આરાધના કરી ને મંદિર નું લોકાર્પણ સંવત 2040 ના મહા વદ છઠ્ઠ ના દિવસે કરવામાં આવ્યું હતું..
 ત્યારથી મીરાની પરિવાર જનો મહા વદ છઠ્ઠ ના દિવસે પાટોત્સવ ઉજવે છે.
   શરૂઆતમાં બસો ત્રણસો જેટલા પરિવાર જનો પાટોત્સવની ઉજવણીમાં ભાગ લેતા હતા,, ધીરે ધીરે સંખ્યા વધીને સાતસો આઠસો જેટલી થઈ ગઈ હતી
   હવે જગ્યાની સંકડાશ લાગતી હતી અને મા બુટ ભવાની ની ઈચ્છા મુજબ આધોઈ ગામના આગેવાન અને તે સમયના સંસદ સભ્ય શ્રી હરીભાઈ પટેલ ની લગભગ બાર એકર જેટલી જમીન આધોઈ ગામ બહાર સંપાદન કરવામાં આવી હતી.
  અહીં એક વિશાળ અતિથી ગૃહ બનાવવા ની યોજના કરવામાં આવી,,32 રૂમ અને રસોડા સાથે વિશાળ અતિથી ગૃહ તૈયાર કરી ઇ. સ.2001 ની ફેબ્રુઆરી મહિનામાં આવતા મહા વદ છઠ્ઠ પાટોત્સવ પ્રસંગે તેનું લોકાર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું,, ત્યાં ઇ સ 2001 ની જાન્યુઆરી માં સમસ્ત કરછ અને સૌરાષ્ટ્ર ને હચમચાવી નાખે તેવો ભીષણ ભૂકંપ આવ્યો અને આખું ગામ ધરાશાયી થઈ ગયું. મીરાની પરિવાર નું મંદિર અને અતિથી ગૃહ પણ ધરાશાયી થઈ ગયા.
  સદનસીબે મા બુટ ભવાની ની મૂર્તિ અખંડ રહી ગઇ,, ખૂબ કષ્ટ સાથે  મંદિરના ખંડેર માં થી મા બુટ ભવાની ની મૂર્તિ હસ્તગત કરવા માં આવી અને તેની પુનઃ પ્રતિષ્ઠા ગામ બહાર લીધેલી જમીન પર એક નાનું મંદીર બનાવી ને ત્યાં વૈશાખ સુદ અષ્ટમી ના દિવસે કરવામાં આવી.. ત્યારથી મીરાની પરિવાર વૈશાખ સુદ અષ્ટમી ને પુનઃ પ્રતિષ્ઠા દિવસ તરીકે ઉજવે છે.
  વર્ષો સુધી નાના મંદિરમાં સેવા પૂજા કર્યા બાદ પરિવાર જનો ના સાથ સહકાર થી નાના મંદિર ની જગ્યાએ એક વિશાળ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું લોકાર્પણ ઇ સ 2022 ના ફેબ્રુઆરી મહિનામાં આવતા મહા વદ છઠ્ઠ ના પાટોત્સવ ના દિવસે કરવામાં આવ્યું.
  હાલમાં દર મહિને સુદ અષ્ટમી ના દિવસે લગભગ બસો ત્રણસો પરિવાર જનો આધોઈ મંદિરે પૂજા આરાધના કરવા આવે છે અને મહા વદ છઠ્ઠ પાટોત્સવ ના દિવસે લગભગ બે હજાર જેટલા પરિવાર જનો ગામેગામથી દૂર સુદૂર થી મા બુટ ભવાની ના આશિર્વાદ પ્રાપ્ત કરવા પધારે છે.

 

Our History Details

કોઈ પણ જીવ જ્યારે જગતમાં જન્મ લે છે ત્યારે તે સૌ પ્રથમ પોતાની મા ને જુએ અને ઓળખે છે.
હરેક જણના જીવનમાં જન્મદાત્રી માતા,, માતૃ ભૂમિ અને પોતાની રક્ષક કુળદેવી મા નું એક અનોખું અને આદરણીય સ્થાન હોય છે..
સમસ્ત મીરાની પરિવાર ના કુળદેવી મા બુટ ભવાની આવું જ એક અનન્ય સ્થાન સર્વ મીરાની પરિવાર જનો ના હૃદયમાં બિરાજીને સર્વ નું રક્ષણ અને માર્ગદર્શન કરે છે..
સમય અને સંજોગો મુજબ સમસ્ત રઘુવંશી પરિવાર અને મીરાની પરિવાર પોતાના મૂળ સ્થાને થી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો,,, સંત પુરૂષો ના પ્રભાવ માં,, અને દરેક અલગ અલગ જગ્યાના પ્રભાવમાં કેટલાય પરિવારના સભ્યો એ અલગ અલગ દેવ કે પોતાના પ્રતાપી પૂર્વજો ને શુરાપુરા,, શુરધન,,ક્ષેત્રપાળ,, કે પુરૂષાદાદા તરીકે સ્થાપ્યા અને તેનું પૂજન કરે છે.. પણ હરેક પરિવાર ના એ શ્રધ્ધા ના સ્થાનોમાં પણ કુળદેવી મા બુટ ભવાની નું મહત્ત્વ તો કાયમ રહે છે..
  
અફઘાનિસ્તાનમાં આજે પણ હિંગળાજ માતાજી નુ સ્થાન કાયમ છે અને તેની પુત્રી મા બુટ ભવાની આપણી કુળદેવી છે.
વર્ષો સુધી આપણા પૂર્વજો એ આધોઈ તેના આસપાસ ના વિસ્તાર માં વસવાટ કર્યો હતો અને ત્યાંથી બધાં ધીરે ધીરે વિશ્વભરમાં ફેલાયા.
આપણા તે પૂર્વજોએ મા બુટ ભવાની ની સ્થાપના તે સમયના સંજૉગો મુજબ અધોઈ ખાતે કરી હતી.
આશરે 45 વર્ષ પહેલાં તે નાની દેરી નું પુનઃ નિર્માણ કરીને ત્યાં જ શિખર બંધ મંદિર બનાવ્યું હતું,, અને ઇ સ 2001 ના ધરતી કંપ પછી મંદિર ને ગામ બહાર વિશાળ જગ્યા પર ખસેડ્યું,, અને આજે સમસ્ત મીરાની પરિવાર ની આસ્થાનું પ્રતીક મા બુટ ભવાની નું નૂતન મંદીર સર્વ ના સાથ સહકાર સાથે ઊભું થયું છે.
 45 વર્ષથી વધુ સમય સુધી અત્યારના મેનેજીંગ કમિટી ના સભ્યો સંકળાયેલા છે, સૌ ભાઈ બહેનો  પ્રેમ પૂર્વક એક અનેરી આસ્થા સાથે સંગઠન ની ભાવના સાથે ભક્તિભાવ પૂર્વક ઉત્સાહથી કાર્ય કરે છે.

 નાના ગામમાં બધી સગવડ પ્રાપ્ત થતી નથી,, પરંતુ ધીરે ધીરે તેમાં સુધારા કરવા ના પ્રયત્નો ચાલુ છે.
 યુવા પેઢી પણ પોતાની આગવી અલૌકિક શ્રધ્ધા સાથે મા બુટ ભવાની ના ચરણે સમર્પીત થાય છે તે બહુ સરસ ભાવના છે અને વિકસતી જતી ટેકનોલોજી ના માધ્યમ થી આપણે સૌ આપણા કુળદેવી મા પ્રત્યે ની આસ્થા અખંડ રાખીને પોતાના હદયમાં શ્રધ્ધા ની અખંડ જ્યોતિ જગાવીને સાથે મળીને મા બુટ ભવાની રાજી થાય તેવા પ્રયત્નો અને કાર્યો કરતા રહીએ તેવી પ્રાર્થના અને શુભેચ્છાઓ.

Contact

Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability. 

Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.

Location:

Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India